સુરતના સરથાણા વિસ્તારમાં નશામાં ચૂર કારચાલક જિતેન્દ્ર માલવિયાએ રિક્ષા, બાઈક અને ત્રણ રાહદારીને અડફેટે લીધા હતા. જેમાં વૃદ્ધાનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત 8 વર્ષના બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સરથાણા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી કારચાલક સહિત બેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારચાલક નબીરાએ કારમાં જ દારૂ ઢીંચી નશો કરી મિત્રને મૂકવા જતો હોવાનું અને બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવ્યાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. જોકે, આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
પોલીસે સીસીટીવીના આધારે ચકાસણી હાથ ધરી છે. સાથે જ સરથણા પોલીસ મથકે લાવેલા 35 વર્ષીય કારચાલક જિતેન્દ્ર જસવંત માલવિયાની પૂછપરછ કરી હતી. જેમાં જીતેન્દ્ર મિત્રને કેનાલ રોડ પર મૂકવા જતો હતો અને નશામાં બ્રેકની જગ્યા પર એક્સિલેટર દબાઈ ગયું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સરથાણા પોલીસે જિતેન્દ્ર અને તેના મિત્ર નીરવની ધરપકડ કરી છે.
ઘટના અંગે મળતી માહિતી મુજબ, સરથાણા જકાતનાકા પાસે રહેતા 65 વર્ષીય ગૌરીબેન જીવરાજ ધોળકિયા મંગળવારે સાંજે સરથાણા જકાતનાકા સ્વસ્તિક ટાવર પાસેથી પસાર થતા હતા તે વખતે નશામાં ચૂર કારચાલકે અડફેટે લીધા હતા. જેમાં કારચાલકે વૃદ્ધ ગૌરીબેન, રિક્ષા અને બાઈક સહિત પાંચને ટક્કર મારી હતી. અકસ્માતને પગલે વૃદ્ધા અને 8 વર્ષીય બાહુ રવજી રાજપુતિયાને ગંભીર ઈજા પહોંચી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology