ગુજરાત પોલીસમાં બિનહથિયારી પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા 233 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે,તમામ પીએસઆઈને ટૂંક સમયમાં પોલીસ સ્ટેશનની ફાળવણી કરવામાં આવશે,અને તેઓ પીઆઈ તરીકે ફરજ બજાવશે,લાંબા સમયથી પીએસઆઈમાથી પીઆઈના પ્રમોશન મેળવવા માટે જોવાતી હતી રાહ.
ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ-3 ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2 નું પ્રમોશન આપવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી હથિયારધારી પીએસઆઇ પોતાની પીઆઇ તરીકેની બઢતીની આશા રાખીને બેઠા હતા.ડીજી ઓફિસ દ્વારા બઢતીના આદેશ કરતા પીએસઆઇ આલમમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.જણાવી દઈએ કે હાલમાં બઢતી પામેલા પીએસઆઇઓને જે સ્થળે ફરજ પર હતા તે સ્થળે જ ફરજ પર રાખવામાં આવ્યા છે.
રાજ્યભરમાં ઉત્તમ કામગીરી કરવા માટે પોલીસ કર્મચારીઓનું એવોર્ડ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. DGP કમેન્ડેશન ડિસ્ક દ્વારા પોલીસ કર્મચારીઓને એવોર્ડ એનાયત કરાયાં છે. રાજ્યભરમાંથી 110 જેટલા પોલીસ કર્મચારીઓને ઉત્તમ કામગીરી બદલ DGP ના વિકાસ સહાય હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે સુભાષ ત્રિવેદી, આર.બી. બ્રહ્મભટ્ટ સહિતનાં અધિક પોલીસ મહાનિર્દેશક અધિકારીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા હતા. ઉપરાંત, રૂપલ સોલંકી પોલીસ અધિક્ષકને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology