રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ અમદાવાદમાં આવેલા ગેમઝોનમાં ફાયર બ્રિગેડ, પોલીસ અને ઈલેક્ટ્રીક સીટી કંપની તેમજ એસ્ટેટ વિભાગના અધિકારીઓની ત્રણ અલગ અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી જેમાં 35 પૈકી ચાર ગેમઝોન પાસે એનઓસી જ નહોતી. આ બાબતે તપાસ કમિટીએ રિપોર્ટ પણ કર્યો છે. એનઓસી વિના ચાલતા આ ચારેય ગેમઝોનના સંચાલકો સામે પોલીસ દ્વાર ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં 35 ગેમઝોન પૈકી ચાર ગેમઝોન પાસે એનઓસી કે અન્ય પરવાનગી પણ નહોતી. પોલીસ ફરિયાદ નોઁધવામાં આવશે.બીજી તરફ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ચાલતા 10થી વધુ ગેમઝોનના સંચાલકોએ રાજકોટની ઘટના બાદ રાતો રાત ગેમઝોન ખાલી કરીને તમામ સામાન હટાવી દીધો હતો. જેમાં કેટલાંક ગેમઝોનના સંચાલકોએ તેમના ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના એકાઉન્ટ પણ બંધ કરી દીધા હતા.
રાજકોટમાં બનેલા ગેમઝોનના અગ્નિકાંડ બાદ અમદાવાદમાં આવેલા તમામ ગેમઝોનમાં દર મહિનાની ૧થી ૫ તારીખ દરમિયાન ફાયર વિભાગને તપાસ કરવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યો છે. ઉપરાંત દર ત્રણ મહિને ફાયર વિભાગ અલગ અલગ વિસ્તારના ગેમીંગ ઝોનમાં મોકડ્રીલ કરશે. મ્યુનિ.ના એસ્ટેટ વિભાગને મંજુરી વગર કરવામાં આવેલા બાંધકામ તથા બિલ્ડિંગ યુઝ પરમીશનને લઈ દર મહિને તપાસ કરવા મ્યુનિ.કમિશનરે સુચના આપી
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology