હાલ રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધરો થઇ રહોય છે. ત્યારે વધુ એક અકસ્માત વડોદરામાંથી સામે આવ્યો છે. વડોદરામાં ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 30થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ ભાદરવા સાકરદા પાસે અકસ્માત થયો છે. ઘાયલોને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ છોકરાના બાબરી પ્રસંગમાં 50 જેટલાં કુટુંબીજનો આઇસર ટ્રકમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન સાકરદા અને મોકસી ગામની વચ્ચે આઇસર અને સિમેન્ટ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે ૩૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. ગંભીર અકસ્માતના પગલે રસ્તા ઉપર લોક ટોળા ઉમટ્યા છે. રસ્તા ઉપર ટ્રાફિક જામ થતાં ભાદરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
આજે સવારે બનેલા અકસ્માતના બનાવે વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. બાબરીના પ્રસંગે જઈ રહેલા પરિવારજનોનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો. અકસ્માત સ્થળે રોડ ઉપર ઇજાગ્રસ્તો લોહીથી લથપથ થઈને પડ્યા હતા. જોકે, સ્થાનિક લોકો દ્વારા ઇજાગ્રસ્તોને તુરત જ હોસ્પિટલ ખાતે ખસેડવાની વ્યવસ્થા કરી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology