bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

  ગુજરાતમાં કાળઝાળ ગરમી મચાવશે કહેર, હવામાન વિભાગે કરી આગાહી...


 સમાન્ય રીતે એપ્રિલ, મે અને જૂન મહિનામાં અસહ્ય ગરમીનો અનુભવ થતો હોય છે. પરંતુ આ વર્ષે ગરમીના પ્રમાણમાં વધારો થશે. દિવસના સામાન્ય તાપમાન કરતા વધુ તાપમાન નોંધાશે ગરમીનું પ્રમાણ વધુ રહેવાની આગાહી,,હવામાન વિભાગે ફરી એકવાર ગરમીને લઈ આગાહી કરી છે. જે આગાહી એવી છે કે તમારો પસીનો છૂટી શકે છે. રાજ્યમાં આગામી દિવોસમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરાઈ છે. જ્યાં ચાર દિવસ બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઇ શકે છે. જેના કારણે ગરમી વધશે અને હાલમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ સૌથી વધુ 38.7 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે. આ સાથે જ હવામાન વિભાગે કચ્છમાં હળવા વરસાદી છાંટા પડવાની શકયતા વ્યક્ત કરી છે.