bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાત સહિત 20 રાજ્યોમાં આજે વરસાદની આગાહી...  

હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી દિલ્હીમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું તો દેશના 20 જેટલા રાજ્યો પણ વરસાદની આગાહી ફરી એકવાર વરસાદને લઈ આગાહી સામે આવી છે. દેશની રાજધાની ગઈકાલે  પ્રથમ વખત વરસાદમાં ડૂબકી મારતી જોવા મળી હતી. VIP વિસ્તારોથી માંડીને સામાન્ય વસાહતો સુધી દરેક લોકો વરસાદમાં ડૂબવા લાગ્યા હતા. કેટલીક જગ્યાએ ગાડીઓ ડૂબવા લાગી અને કેટલીક જગ્યાએ લોકો ફસાઈ ગયા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આજે વરસાદનું એલર્ટ કરાયું છે. આ સાથે દેશના ઘણા રાજ્યોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર આજે કર્ણાટક, કોંકણ અને ગોવા, આસામ, અરુણાચલ પ્રદેશ, પૂર્વોત્તર રાજસ્થાન અને ઉત્તર મધ્ય પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. દિલ્હી, સિક્કિમ, આસામ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, તેલંગાણા, ઓડિશા, તેલંગાણાના ભાગો અને ઝારખંડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો, પૂર્વોત્તર ભારત, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીર, રાયલસીમા, આંતરિક કર્ણાટક અને તમિલનાડુમાં હળવો વરસાદ થઈ શકે છે.