ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે, ક્ષત્રિય સમાજ ભાજપ પાસે એક જ માંગ પર અડ્યો છે, ક્ષત્રિય સમાજની માંગ છે કે રાજકોટમાંથી રૂપાલાની ટિકીટ રદ્દ થવી જોઇએ. ત્યારે આજે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બપોરે રાજપૂત કોર કમિટીની બેઠક મળી હતી. બાદમાં સાંજે 4 વાગ્યે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતાં. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરી રેલીમાં જોડાયા હતાં. આ મહારેલીમાં ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા પણ જોડાયા હતાં. કોઈ પણ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.
ક્ષત્રિય સમાજના બાળકોથી માંડી વડીલો સુધી સૌકોઈ મહારેલીમાં જોડાયા છે. મહારેલીમાં જય ભવાનીનો જય જયકાર કરતા પણ લોકો જોવા મળ્યા હતા. મહારેલી કલેક્ટર કચેરી પહોંચી ગઈ હતી અને અહીં કલેક્ટર પ્રભવ જોષીને આવેદનપત્ર આપ્યું હતું. અહીં પણ પોલીસનો ચૂસ્ત બંદોદસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે સાંજ 6 વાગ્યા માધાપર ચોકડી ખાતેથી ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રૂપાલા હાજર રહેશે. જ્યારે રાત્રે 8 વાગ્યે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જવાહર રોડ પર હોટલ પ્લેટીનમ ખાતે સેમિનાર અને સન્માનનો કાર્યક્રમ છે. જેમાં રૂપાલા હાજર રહેશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology