ખેડૂતોમાં ખુશીન માહોલ જોવા મળ્યો છે .જામનગર માર્કેટિંગ યાર્ડમાં જીરુંના ભાવમાં વધારો થયો છે. બે દિવસ પહેલા જીરુંના ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો.આ ઘટાડા બાદ જીરુંના ભાવ ફરી વધ્યો છે .અને ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી છે.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ જીરું ઉપરાંત કપાસ એરંડા લસણ સહિતના પાકની સારી એવી આવક જોવા મળી રહી છે. જામનગર યાર્ડમાં સારા ભાવ મળતા જામનગર સહીત દેવભૂમિ દ્વારકા અને રાજકોટની આજુબાજુના પંથકના લોકો પણ જીરું વેચવા માટે આવી રહ્યા છે. કારણ કે ત્યાં જીરુંના ભાવમાં ખૂબ તેજી જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી જીરુંનો સામાન્ય ભાવ ઘટ્યા બાદ આજે ફરી ભાવ વધ્યા છે.
જામનગર જિલ્લાનું હાપા માર્કેટિંગ યાર્ડ સારા ભાવ માટે ખુબ જ પ્રખ્યાત છે. અને તેમાં પણ હાલ જીરૂનો વધતાં આજે 2900 રૂપિયા થી લઈ 5,950 રૂપિયાના ભાવે જીરું વેચાયું હતું.જ્યાં આશરે 4722 મણ જીરુંની આવક નોંધાઈ હતી. તેમજ અજમો 2330 થી 3675 રૂપિયાના ભાવે વેચાયો હતો અને આજે અજમોની 3267 મણ આવક નોંધાઈ હતી.
ઘણા દિવસથી એરંડાની પણ સારી એવી આવક જોવા મળી રહી છે આજે એરંડાના સોદા 1000 થી 1,080 રૂપિયાના ભાવે પડ્યા હતા. આજે 3413 મણ એરંડા ઠલવાયા હતા. સાથે જ નવા તલની પણ આવક થઈ રહી છે, તલના ભાવ 1200 રૂપિયાથી 2790 રૂપિયા જેવા મળ્યા હતા. તલની આવક 248 મણ નોંધાઈ હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology