રાજકોટ જીલ્લામાં ફરજ બજાવતા 53 જેટલા તલાટીઓની સાગમટે બદલી કરતા હડકંપ મચી જવા પામ્યો હતો. તલાટીઓની માંગણીઓ તેમજ અમુક તલાટીઓ સામે આવેલી ફરિયાદ મુજબ તેઓની બદલી કરવામાં આવી છે.
રાજકોટ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા તલાટીઓની ડેપ્યુટી ડીડીઓ ઈલાબેન ચૌહાણ દ્વારા સાગમટે બદલીનાં ઓર્ડર કરવામાં આવી છે. જેમાં 43 જેટલા તલાટીઓ દ્વારા બદલીના માંગણી કરવામાં આવી હતી. તો 10 જેટલા તલાટીઓ સામે ફરિયાદ તેમજ અન્ય કારણોસર બદલી કરવામાં આવી છે. તેમજ 4 જેટલા તલાટીઓની તાલુકા ફેરબદલી કરતા એસોસિએશન દ્વારા રજૂઆત કરી તે જ્યાં ફરજ બજાવતા ત્યાં મુકવાની માંગ કરતા તેઓની ત્યાં બદલી કરવામાં આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology