રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ્સ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૩૨(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો/સ્થાવર મિલ્કતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે. રાજ્યમાં થતાં ઝડપી વિકાસ અને ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિઓ તથા વિકાસને અવિરત વેગ મળતો રહે તેવા આશયથી નવી જંત્રી તા. ૧૫-૦૪-૨૦૨૩ થી અમલમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળવા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવોમાં વધારો કરવા માટે કરેલી રજુઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજુઆતોનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. તેમણે આવી રજુઆતો ધ્યાને લઈને વ્યાપક જાહેર હિતમાં જમીનના ભાવોનું સરળીકરણ અને તર્કસંગતીકરણ કરી, વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવીને વાસ્તવિક ભાવો દર્શાવતી, જંત્રી તૈયાર કરવાના દિશા નિર્દેશો આપ્યા હતાં. આ સંદર્ભમાં વૈજ્ઞાનિક પાસાંને ધ્યાને લઈ મહદઅંશે એપ્રિલ-૨૦૨૩ થી નવેમ્બર-૨૦૨૩ સુધી તબક્કાવાર ફિલ્ડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જમીનની વિકાસ ક્ષમતા પર અસરકર્તા આનુષંગીક પ્રવર્તમાન પરિબળોને વૈજ્ઞાનિક ઢબે અપનાવી રાજ્યના શહેરી વિસ્તારોમાં વિસ્તારની વિકાસ ક્ષમતા આધારે કુલ- ૨૩,૮૪૬ વેલ્યુઝોન અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૭,૧૩૧ ગામોનો માટે ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology