bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ તો દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, જાણો તમારા વિસ્તારમાં કેવો વરસાદ...  

 

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ગુજરાતનાં આ જીલ્લાઓમાં પાંચ દિવસ મેઘરાજા મનમૂકીને વરસશે.

તા. 18 નાં રોજ ક્યાં જીલ્લામાં રેડ, યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર ભારે વરસાદની આગાહી

ગુરુવારનાં રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • તા. 19 નાં રોજ ક્યાં ક્યાં જીલ્લામાં યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર

તા.19 નાં રોજ હવામાન વિભાગ દ્વારા કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેજન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, બોટાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • તા. 20 અને 21 નાં રોજ ક્યાં પડશે છૂટો છવાયો વરસાદ પડશે

તા. 20 અને 21 નાં રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જીલ્લામાં હવામાન વિભાગ દ્વારા છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. જ્યારે અમરેલી, ભાવનગર, નવસારી તેમજ વલસાડમાં વરસાદની આગાહી કરી છે.