સુરેન્દ્રનગર જિલ્લા નટવરગઢના 47 ખેડૂતોએ, જિલ્લા કલેક્ટર સમક્ષ ઈચ્છા મૃત્યુની અરજી કરી છે. ઈચ્છા મૃત્યુની અરજ કરનારા ખેડૂતોની માંગ છે કે, ખેતરમાં નાખેલી સોલાર વીજ લાઇનનું વળતર નહિ મળે તો તેઓ ઈચ્છા મૃત્યુ કરવા ઈચ્છે છે.
નટવરગઢ ગામના 47 ખેડૂતોના ખેતરોમાંથી સોલારની વીજ લાઈનો નાખવામાં આવી છે. પરંતુ કંપની દ્વારા યોગ્ય વળતર ચુકવવામાં ના આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેતરોમાં આડેધડ ખોદકામ કરી સોલારની વીજ લાઈન નાખવામાં આવી છે. છેલ્લા 3 વર્ષમાં વળતર પેટેની રકમની ચુકવણી કરવામાં ના આવતા ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology