bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વડોદરામાં ભાજપ સંગઠન પર ધ્યાન આપવાની જરૂર છે, ભાજપમાં અમારૂ સન્માન જળવાઈ રહ્યું નથી..." - જિતુ સુખડિયા....  

ગુજરાત ભાજપમાં રોજેરોજ નવા નવા ભૂકંપ આવે છે. એક તરફ રૂપાલાના વિરોધની આગ વધી રહી છે. કેટલીક બેઠકો પર હજી પણ ઉમેદવારો બદલવાની માંગ ચાલુ છે. આવામાં ભાજપના કોરણે મૂકાયેલા સિનિયર નેતાઓ પાર્ટીની નવી નીતિ સામે બળાપો કાઢી રહ્યાં છે. વડોદરામાં ભાજપમાં જૂથવાદ સામે આવ્યો છે. વડોદરા શહેર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીનો વિરોધ ચાલુ જ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય જિતુ સુખડિયાએ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે. 

વડોદરા ભાજપમાં જૂથવાથ વકર્યો છે. લોકસભાના નવા ઉમેદવાર ડો હેમાંગ જોશી જાહેર થયા બાદ પણ પક્ષમાં વિરોધનો વંટોળ ઓછો નથી થયો. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા જીતેન્દ્ર સુખડીયાએ મીડિયા સામે બળાપો ઠાલવ્યો છે. તેમણે કહ્યું કે, શહેર ભાજપની સિચ્યુએશન બદલાઈ ગઈ, કોઇ કોઇને પુછનારું નથી. બેનર લગાવનારા જ પાર્ટીનું સંચાલન કરતાં હોય એ ગંભીર બાબત છે. વડોદરા શહેર ભાજપનું સંગઠન નિષ્ફળ નીવડ્યું છે. ભાજપમાં કોઇ જૂથ નથી, પણ વ્યક્તિ મહત્વાકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ રમે છે. ઉમેદવારના કાર્યક્રમની જાણ અમને કરવામાં આવતી નથી. 

તેમણે વધુમાં કહ્યું કે, વડોદરા ભાજપમાં કોમ્યુનિકેશન ગેપ છે. અમને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવી રહ્યા છે. ભાજપના નવા ઉમેદવાર સક્ષમ છે, સંગઠનની કામગીરી યોગ્ય નથી, અમે પ્રભારી અને પ્રદેશ મોવડી મંડળને જાણ કરો.