bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, વરસાદ પડશે કે નહીં? જાણો લેટેસ્ટ આગાહી...

ઠંડરસ્ટ્રોમ એક્ટીવીટી સાથે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદર નગર હવેલી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહિસાગર, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટા છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે એટલેકે નવમી ઓગસ્ટનાં રોજ ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાત દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી

હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે સાત દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દમણ અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના

10 ઓગસ્ટનાં રોજ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતનાં વિસ્તારો જેવા કે ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી ત્રણ દિવસ રાજ્યનાં તમામ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.