bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ભરૂચમાં ઝંડા લગાવવાની તકરારમાં બે જૂથએ કર્યો એકબીજા પર પથ્થરમારો, બે લોકો ઇજાગ્રસ્ત....

તાજેતરમાં સુરત ખાતે પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે ગતરાત્રિના ભરૂચ ખાતે પણ પથ્થરમારાની સામે આવી છે. જેમાં 2 લોકોને ઇજાગ્રસ્ત થયા હતા.  ભરૂચમાં બે જૂથના ટોળા સામસામે આવ્યા હતા. ધાર્મિક તહેવારો બાબતે ઝંડા લગાવવા તકરાર બાદ મામલો વધારે ગંભીર બન્યો હતો. જેને લઇ બંને ટોળાએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ઘટના સ્થળે  પહોંચ્યા હતા. ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જ આ ઘટના બની હતી. જોકે સમગ્ર ઘટનાની જાણ પોલીસ વિભાગને થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ધાર્મિક તહેવારોને લઇ ઝંડા લગાવવાની તકરારમાં મામલો બીચકતા ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે સમગ્ર ઘટનાને લઇ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં ભરૂચ પોલીસ દ્વારા કેટલાક શખ્સોને ડીટેઇન કરવામાં આવ્યા છે. વધુમાં આ બાબતે ભરૂચના એસ.પી. મયુરસિંહ ચાવડાએ જણાવ્યું હતુ કે સાંજના 10 વાગ્યાની આસપાસે ઘટના બની હોવાનો કોલ કન્ટ્રોલરૂમને મળ્યો હતો. જેને લઇ ઘટના સ્થળે ડિવાઇએસપી, બી ડિવીઝન પોલીસ, એસઓજી, એલસીબી અને તમામ પોલીસ ઘટના સ્થળ પહોંચી ગઇ હતી. જે બાદ ટોળઆને વિખેરવામાં આવ્યા હતા. જે લોકો વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા તે તમામને ડિટેઇન કરવામાં આવ્યા છે. સીસીટીવી અને સ્થાનિકોની મદદ લઇને તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.