ઉનાળામાં કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા આાગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ તાપમાનમાં સામાન્ય ઘટાડો થશે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીને લઈ મોટી આગાહી કરી છે. રાજ્યમાં આજથી વિધિવત ઉનાળાની શરૂઆત થઈ છે. ઉનાળાને લઈ હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. ઉનાળામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. તેમજ હિટવેવનાં દિવસોમાં પણ વધારો થશે. આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. તાપમાન ઘટતા ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.
તાપમાન ઘટવાની હવામાન વિભાગની આગાહી
આગામી 3 દિવસ મહત્તમ તાપમાન ઘટવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની સંભાવના છે. તાપમાનમાં ઘટાડાથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળશે. રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતા તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન 38.5 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં આંશિક વધારો થયો છે.
દરિયા કિનારાનાં વિસ્તારોમાં ગરમીનો અનુભવ થશે
ગુજરાતમાં ધીમી ગતિએ ગરમીની ઋતુ શરૂ થઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં તાપમાનને લઈ આગાહી કરવામાં આવી છે. તેમજ કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આગામી સમયમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. ગુજરાતનાં દક્ષિણ વિસ્તારનાં દરિયા કિનારાનાં વિસ્તારમાં ગરમીનો અનુભવ થઈ શકે છે.તેમજ અમદાવાદ અને આસપાસનાં વિસ્તારોમાં ઉચ્ચતમ તાપમાન 35 ડિગ્રી તાપમાન નોંધાશે. અને લધુત્તમ તાપમાન 21 ડિગ્રી આપસાપ નોંધાશે. તેમજ હાલ જે પવનની ગતિ છે તે ઉત્તરથી પૂર્વ તરફની છે.