bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

જામનગરમાં વેફર્સના પેકેટમાંથી નીકળ્યો મૃત દેડકો...

મહત્વનું છે કે, ફૂડ પ્રોડક્ટ્સમાંથી હવે અખાદ્ય ચીજો મળવી જાણે સામાન્ય બાબત બની ગઈ છે. રેસ્ટોરન્ટના ફૂડ વિભાગમાંથી વંદો નીકળવો કે પછી આઇસ્કીમમાંથી આંગળીઓ નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે.ખાણી -પીણીની વસ્તુઓમાંથી કંઈક ને કંઈક અજીબ વસ્તુઓ નીકળતી હોય તેવી ઘટનાઓ બનતી હોય છે. આવી ઘટનાઓ બનવી જાણે કે સામાન્ય થઈ ગઈ હોય એમ બની રહી છે. આવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી છે. જ્યા વેફરના પડીકામાથી દેડકો નીકળ્યો છે. પુષ્કરધામ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ બાલાજી વેફર ખરીદી હતી જેમાંથી મરેલો દેડકો નીકળતા ચકચાર મચી છે. આ મામલે ફૂડ વિભાગને જાણ કરતા ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.


જામનગરમાં જ્યાં એક વેફરના પડીકામાંથી મૃત દેડકો નીકળ્યો છે. પુષ્કરધામમાં રહેતા જસ્મીન તાલપરાએ વેફરનુ પેકેટ ખરીદ્યુ હતું. વેફરનું પેકેટ ખોલતા જ તેમાંથી મૃત દેડકો નીકળ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.ફુડ વિભાગને જાણ કરતા જ તંત્ર દોડતું થયું હતુ અને ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.ફૂડ શાખાએ જણાવ્યું હતું કે, વેફર પેકેટને કબ્જે લેવામાં આવ્યું છે. જ્યાથી આ પેકેટ લેવામાં આવ્યું હતું તે એજન્સીની પણ તપાસ કરવામાં આવી છે. વેફરનું સેમ્પલ પણ લેવામાં આવ્યું છે અને લેબોલેટરીમા પણ તપાસ માટે મોકલવામાં આવ્યું છે. જે પણ કાર્યવાહી હશે તે કરવામાં આવશે અને પગલાં લેવામાં આવશે.