સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી થતી હોવા થતાં લોકો વ્યાજખોરોના ચુંગાલમાં સતત ફસાઈ રહ્યાં છે. ત્યારે સુરતમાં પોલીસ દ્વારા વ્યાજખોરીના દૂષણ સામે સંવાદ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે જહાંગીરપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ કમિશનરે વ્યાજખોરોની સામે લાલ આંખ કરીને કહ્યું કે, ફરિયાદીઓ કોઈ ડર રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરી શકે છે. મારી પાસે સીધા પણ આવી શકે છે. તેમને ન્યાય અપાવવામાં પોલીસ મદદ કરશે. સતર્કતા અભિયાન વ્યાજખોરોના વધી રહેલાં ઉપદ્રવની સામે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે અભિયાન હાથ ધર્યું છે. વ્યાજખોરોના સામેના અભિયાનમાં સુરતની પોલીસ કાર્યરત થઈ છે. ત્યારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પીઆઈ ડીજી રબારી અને તેમની ટીમે વ્યાજખોરો વિરુદ્વ લોક સંવાદનું સફળ આયોજન કર્યું હતું. વ્યાજખોરો વિરુદ્વ સતર્કતા અભિયાનમાં પોલીસ કમિશનર દ્વારા ભોગ બનેલા લોકોને આગળ આવવા અપીલ કરી હતી ટકાવારી વસૂલનારાને કાયદો પાઠ ભણાવશે સુરત શહેર પોલીસ, તમારી સાથેના સૂત્રને સાર્થક કરવા માટે જહાંગીરપુરા ખાતે લોક સંવાદનું ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસ કમિશનરે કહ્યું કે, લોકોનો અમને સાથ જોઈશે. અમે લોકોની સાથે છીએ. ઉંચા વ્યાજના ચક્રમાં ફસાયેલા લોકોને અમે મદદ કરીશું. શરાફી વ્યાજ આપવું જોઈએ. વધારે ટકાવારી વસૂલનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology