અમદાવાદ શહેર અને ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેર અને ગ્રામ્યની તમામ શાળાના આચાર્યને પરિપત્ર મોકલી આદેશ અપાયો છે કે, શાળાઓમાં પરિણામ, પ્રવેશ સહિત તમામ કામગીરી સવારે 7 થી 9 અને 7 થી 10 સુધી રાખવી.
અમદાવાદમાં આગામી 4 દિવસ હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરાઈ છે. જે આગાહીના પગલે અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEOએ શહેર અને ગ્રામ્યની દરેક શાળાના આચાર્યને પરિપત્ર મોકલવામાં આવ્યો છે. ગ્રામ્ય શાળાઓમાં પરિણામ, પ્રવેશ સહિત કામગીરી સવારે 7 થી 9 સુધી રાખવા અને શહેરમાં શાળાની કામગીરીનો સમય 7 થી10 રાખવા આદેશ આપવામાં આવ્યો છે.
રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આકાશ પણ આગના ગોળ વરસાવતું હોઈ તેમ લાગી રહ્યું છે. ગરમીના કારણે લૂ લાગવાના,ઝાડા ઉલ્ટી જેવી સમસ્યા સહિતના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે . ગરમી અને હવામાનની આગાહીને ધ્યાને લઈ અમદાવાદ DEO એ પરિપત્રમાં આદેશ બહાર પાડી શાળામાં કામગીરી શહેરમાં તેમજ ગ્રામ્યમાં વિસ્તારમાં 7 થી 10 કામગીરી રાખવાનું જણાવ્યું છે. જે નિર્ણય શાળાઓના આચાર્ય અને વહીવટી કર્મચારીઓના સ્વસ્થ સ્વાસ્થ્ય માટે લેવાયો છે.
AMC દ્વારા તમામ નાગરિકોને અપીલ કરાઈ છે કે આ ગરમીના સમયગાળા દરમિયાન વધુ પ્રમાણમાં પાણી, છાશ.લીંબુ સરબત અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું તેમજ લાંબો સમય તડકામાં ન રેહવુ, હળવા રંગના અને ખાસ સફેદ કલરના સુતરાવ કપડા પહેરવાં.નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું બપોરના સમયે અને આગામી 5 દિવસ ખાસ ધ્યાન રાખવુ.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology