bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

પરશોત્તમ રૂપાલાનું સૂચક નિવેદન સામે આવ્યું છે. જેમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે રામે રાવણને હરાવવા અયોધ્યાની સેના નહોતી મંગાવી...

રાજકોટમાં ઓબીસી સમાજના કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાનું  નિવેદન સામે આવ્યું છે ( ઓબીસી ) સમાજના  લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો. ઓબીસી સમાજના કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાએ નિવેદન આપતા વધુમાં કહ્યું કે મને બક્ષીપંચના લોકોને કહેવાનું મન થાય છે કે મે ભારત સરકારમાં ઘુમતું સેલ બનાવવાનું કામ કર્યું. હવે તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, કયો સમાજ ક્યા રાજ્યમાં ઘુમતું પ્રકારે પશુપાલન કરે છે. તેમજ તેમને ભારત સરકારની યોજનાનો લાભ કઈ રીતે મળે તે બાબતનું કામ ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ વિલેજ નામનું અભિયાન છેડવામાં આવ્યું છે. જે અંતર્ગત બોર્ડરના ગામોને સધ્ધર બનાવવાનું કામકાજ કરવામાં આવી રહ્યું છે. બોર્ડરના ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન હોવાનું સામે આવ્યું છે.જેમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે રામે રાવણને હરાવવા અયોધ્યાની સેના નહોતી મંગાવીય. તેની સાથે જે વનવાસી હતા તેને સાથે લઈ રાવણને હરાવ્યો હતો. તમે બધા લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો.