bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

 સોશિયલ મીડિયા પર ગમે તે પોસ્ટ કરતા લોકો સાવધાન, યુવકને પોસ્ટ મુકવી પડી ભારે, ત્રણ યુવકોએ અપહરણ કરીને માર માર્યો....

સાબરમતી પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ રજત દલાલ, શિવમ મલેક અને કૃણાલ રાણા . આ ત્રણેય આરોપીએ ધ્યાન લોઢા નામના યુવકનું અપહરણ કર્યું હતું. જોકે અપહરણ કરવા પાછળનું કારણ સોશિયલ મીડિયા પરની રિલ્સ હતી. સોશિયલ મીડિયા પર ગમે તે પોસ્ટ અને રિલ્સ મુકતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો યુવકને એક પોસ્ટ મૂકવી ભારે પડી. કેટલાક લોકોએ તેનું યુવકનુ અપહરણ કરી તેને માર માર્યો. આ અંગેની જાણ થતા પોલીસે માર મારનાર યુવકોની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર દ્વારા અપહરણ અને માર મારવાના કિસ્સામાં સાબરમતી પોલીસે ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી  સાબરમતી પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ રજત દલાલ, શિવમ મલેક અને કૃણાલ રાણા છે. આ ત્રણેય આરોપીએ ધ્યાન લોઢા નામના યુવકનું અપહરણ કર્યું . જોકે અપહરણ કરવા પાછળનું કારણ સોશિયલ મીડિયા પરની રિલ્સ હતી. રિલ્સમાં ધ્યાન લેતા રજત દલાલને ટેગ કરી એક લખાણ લખ્યું હતું. જેથી રજતના લાખ્ખો ફોલોઅર્સ મેસેજ કરી રહ્યાં હતા અને આવુ લાંબો સમય ચાલતા રજત અને તેના બે મિત્રો શિવમ અને કૃણાલે મળી યુવકનું અપહરણ કર્યું અને તેને મરમાર્યો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડ કરી