bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજકોટ અગ્નિકાંડમાં  પોલીસ અધિકારીઆને ક્લીન ચીટ...   

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલાને લઈ ગત રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજકોટની મુલાકાત લીધી હતી. તેમજ રાજકોટ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમજ અગ્નિકાંડ મામલે સમગ્ર હકીકતની જાણકારી મેળવી હતી. તેમજ બેઠક દરમ્યાન અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા હતા.રાજકોટ TRP ગેમઝોન આગકાંડ મામલે પોલીસની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસમાં એક પણ પોલીસને જવાબદાર ઠેરવવામાંઆવ્યા નથી. પોલીસ અધિકારીઓને ક્લીન ચીટ મળી છે. પોલીસ માત્ર ટિકિટ વહેંચણી માટે મંજૂરી આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસ વિભાગની ટિકિટની મંજૂરી હોવાથી ઘટના સાથે લેવાદેવા ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસનાં એકપણ અધિકારી સામે ગુનો નહી નોંધાય. તેમજ પોલીસ અધિકારીઓનાં નિવેદન લઈને જવા દેવાયા છે.