કમોસમી વરસાદે કેરીના હાલ બેહાલ કર્યા : કેશર કેરીના 10 કિલોનો બોકસના 1000 થી 1300
જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં કેરીની અડઘી સીઝન પૂરી થઇ ગઇ છે, છતાં પણ હજુ ભાવમાં કઈ વધારે ફેર પડ્યો નથી, અવારનવાર વાતાવરણ પલટામાં કમોસમી વરસાદના આગમનથી આશરે 40 ટકા જેટલો કેરો પાક ખરી ગયો છે. જેને કારણે આ વખતે ગયા વખત કરતા ભાવમાં રપ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.રપ પિયાના કીલો લેખે કાચી કેરી જામનગરમાં ઠલવાઇ રહી છે, પરંતુ તેને સ્પ્રે અને કાબર્ઇિડ નાખીને માત્ર 1ર કલાકમાં કેરી પકાવીને. 130 થી 170 માં વહેંચીને તગડો નફો કમાવવાની પ્રક્રિયા હજુ યથાવત.
જામનગરની ફ્રુટ બજારમાં આશરે 20 થી 25 હજાર કીલો જેટલી કેરી આવે છે, જો આમ જામનગરની ફ્રુટ બજારમાં ગીર તલાલાની કેશર કેરી, કચ્છની કેશર કેરી, હનુમાનગઢ-રાણાવાવની કેશર કેરી, વલસાડની કેશર કેરી, લાલબાગની તોતા કેરી, બેંગ્લોરની હાફુશ, મહારાષ્ટ્ર રત્નાગીરીની હાફુશ તેમજ બદામ કેરી તેમ ત્યાં બજારમાં જાત જાતની કેરીઓ જામનગરની બજારમાં જોવા મળે છે.
હાલ બજાર પ્રાપ્ય સમાચાર મુજબ ગીર કેશર કેરીની ભાવ 1000 થી કરીને 1300 રૂપીયા 10 કીલોના બોક્ષનો ભાવ જોવા મળે છે તેમજ વલસાડની કેશર કેરીની આવક પણ થઇ ચૂકી છે, તેનો ભાવ 10 કીલોનો બોક્ષ અંદાજીત 700 થી 900 રૂપીયા છે.લોકો હાફુસ કેરીને વધુ પડતી પસંદ કરે છે તેમજ તે કેરીની દુનિયામાં હાફુશ કેરીએ બીજા ક્રમનું સ્થાન ધરાવે છે.મહારાષ્ટ્ર રત્નાગીરીથી આવતી હાફુશ કેરી સમગ્ર ભારતમાં તેમજ ગુજરાત રાજ્યમાંમાં વધુ પડતી ખવાય છે, મહારાષ્ટ્રની રત્નાગીરી હાફુશ કેરી જામનગરની બજારમાં 4 થી 6 હજાર કીલો જેટલી રોજની આવક થાય છે.જેનો બજાર ભાવ આશરે હાલ 9 કીલાના બોક્ષનો 1200 થી 1600 રૂપિયા છે.બેંગ્લોરની હાફુશ કેરીનો ભાવ આશરે 9 કીલોના બોક્ષનો 800 થી 900 રૂપીયા છે.તોતા કેરીના ભાવ હાલ બજારમાં 10 કીલોના બોક્ષના 400 થી 500 રૂપીયા છે. તેમજ બજારમાં આવતી બદામ કેરીનો ભાવ હાલ બજારમાં 9 કીલોના બોક્ષના 500 થી 600 રૂપીયા હાલે છે.
હાલ જામનગરની બજારના વેપારીઓને પુછપરછ કરતા જાણવા મળ્યું છે કે લોકોના સ્વાસ્થ્યને ઘ્યાનમાં રાખી લોકોના હિત માટે હાલ બજારમાં કેરીને કુદરતી રીત પકાવવાવમાં આવી રહી છે.કેરીના જથ્થાને એક સાથે મુકીને જેના પર ઘાસનો ડૂચો ભરીને રાખવામાં આવે છે અને તે મને બંધ કરી મના ખૂણે ખૂણામાં ઘાસના ડૂચાને આગ લગાડીને મને બંધ કરી દેવામાં આવે છે અને મને હીટ કરવામાં આવે છે, તેથી તે ઘાસની ગરમીથી કેરીને કુદરતી રીતે બે થી ચાર દિવસમાં પકવી નાખે છે.અમુક લાલચુ વેપારી પોતાના રૂપીયાના લાલચ માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે અમુક વેપારીઓ કેરીનું કાર્બન પડીકી દ્વારા પકવવામાં આવે છે, જેના દ્વારા કેરી પાંચ થી આઠ કલાકમાં પાકી જાય છે,પાર્ટનું તેની માઠી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડે છે.
જામનગરમાં ફુડ શાખા દ્વારા ફ્રુટ બજારમાં કોઇપણ જાતનું ચેકિંગ હાથ ધર્યુ નથી.જે વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે જે વેપારીઓ પૈસાની લાલચમાં આવીને ફ્રુટ પકવવા માટે કાર્બન પડીકી કે ઇન્જેકશનો ઉપયોગ કરી ફ્રૂટને પકાવી રહ્યા છે.તે અંગે મનપા દ્વારા હજુ સુધી કોઈપણ પગલા લેવાયા નથી, જામનગરની જનતાને હાલ અમુક વેપારીઓ દ્વારા ફ્રુટના નામ પર ઝેરનો વ્યાપાર કરી રહ્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology