ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા અને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેના માટે વિવિધ પાર્ટીઓ દ્વારા પ્રચાર પણ શરુ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં સભા ગજવશે અને પ્રચંડ પ્રચાર કરશે.
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી પ્રચારના મેદાને આવી ગયા છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે. એક જ દિવસમાં અમિત શાહ અલગ-અલગ લોકસભામાં ઝંઝાવાતી પ્રચાર કરવાના છે.
અમિત શાહ લોકસભા ચૂંટણી માટે પ્રચાર સભાની શરૂઆત પોરબંદર લોકસભા બેઠકથી કરશે. અમિત શાહ સૌથી પહેલા સવારે 11:00 વાગ્યે જામકંડોરણામાં જાહેર સભા યોજશે. જે પછી તેઓ ભરૂચ જશે. બપોરે 3 વાગ્યે ભરૂચ લોકસભામાં પણ જાહેર સભાનું આયોજન કરાયું છે. એટલું જ નહીં, પંચમહાલ લોકસભા માટે સાંજે 6 વાગ્યે સભા ગજવશે અને ત્યારબાદ અમિત શાહ મધ્ય ગુજરાત જશે. ત્યાં રાત્રે 8 વાગ્યે વડોદરામાં પણ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology