bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજકોટમાં રોડ પર ભૂવો પડતા કાર અને સ્કૂલ બસ ફસાઈ 

રાજકોટ મવડી વિસ્તાર પાસે ભૂવા પડવાનું શરૂ થયુ છે.પહેલા જ વરસાદમાં રાજકોટ પ્રિ-મોન્સૂનની કામગીરી પર સવાલ ઉભા થયા છે,રોડ પર ભૂવો પડતા કાર અને સ્કૂલ બસ ખાડામાં ફસાઈ હતી,જોકે વિધાર્થીઓ સ્કૂલ બસમા ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. રાજકોટમાં કાર અને બસ ફસાઈ
વરસાદ પડતાની સાથે જ કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરી છતી થઈ જાય છે,ત્યારે રાજકોટના મહુડી રોડ પર વરસાદી પાણી ભરાતા ભૂવો પડયો હતો જેમાં સ્કૂલ બસ અને કાર ફસાઈ ગઈ હતી.ઘટનાની જાણ થતા કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કામગીરી શરૂ કરી હતી,મહત્વનુ છે કે,જો સ્કૂલ બસમાં બાળકો હોત તો શું થાત તે પણ એક સવાલ છે,ત્યારે કોર્પોરેશને પ્રિ-મોન્સૂનની સરખી કામગીરી કરી નથી તે દેખાઈ આવે છે. 
વરસાદના કારણે ખંભાળિયાના નગર ગેટ, સોની બજાર અને રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. રસ્તાઓમાં પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહનોને ધક્કા મારવા પડ્યા. રાત્રિના સમયે ખંભાળિયામાં મહેરબાન થયેલા મેઘરાજાએ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં નોંધનીય છે કે, રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટના સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજકોટ માં રેસકોસ રીંગરોડ રૈયા રોડ 150 ફૂટ રીંગ રોડ તૈયાર ટેલિફોન એક્સચેન્જ આઝાદ ચોક મહુડી વિસ્તાર આજીડેમ વિસ્તાર સામા કાંઠા વિસ્તાર સાર્વત્રિક વરસાદી માહોલ રહ્યો હતો. સાર્વત્રિક વરસાદને કારણે રોડ પરથી પાણી વહેવા લાગ્યું છે.