સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે લાઠ ગામમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ધોરાજી સહિત ગ્રામ્ય પંથકમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.
ઉપલેટાના લાઠ, ભીમોરા અને મજેઠીનો કોઝવે ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયો છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તાર તરફ જતો રસ્તો બંધ થયો છે. જ્યારે ઉપલેટાના ઝીકરિયા ચોક, નટવર રોડ, કટલેરી બજારની દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી.
હવામાન વિભાગ અનુસાર, આજે(22મી જુલાઈ) સવારે 8થી 10 વાગ્યા દરમિયાન કુલ 94 તાલુકામાં વરસાદ નોંધાઈ છે. જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે જ કુલ 15 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology