રાજકોટમાં 3 વર્ષની માસૂમ બાળકીને શ્રદ્ધાના નામે ભૂવાએ આપ્યા અગરબત્તીના ડામ ,અગરબત્તીના ડામથી બાળકીને ગંભીર ઈજા પહોંચતા રાજકોટની જનાના હોસ્પિટલ ખસેડાઇ હતી જ્યાં તે માસુમ બાલ્કીનર દખાલ પણ કરાઈ છે.
રાજકોટમાં કાળજું કંપાવી દે તેવો અંધશ્રદ્ધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પ્રાપ્ય માહિતી મુજબ ત્રણ વર્ષની માસૂમને ભૂવાએ અગરબત્તીના ડામ આપ્યા છે. અગરબત્તીના ડામથી બાળકીને ગંભીર ઈજા પહોંચતા રાજકોટની જનાના હોસ્પિટલમાં કરાઈ દાખલ કરાઇ છે.
અહીં મહત્વનીએ છે કે બાળકી બીમાર પડતા હોસ્પિટલના બદલે પરિવાર દ્વારા સુરેન્દ્રનગરના જોરાવરનગર ભૂવા પાસે લઇ ગયા હતા. હોસ્પિટલના તબીબોએ ઘટનાને પગલે બાળકીની હાલતને લઈ તાત્કાલિત પોલીસને જાણ કરી છે
આજે પણ અંધશ્રદ્ધામાં મગ્ન બનેલા અમુક લોકો પોતાનાં બાળકો બીમાર પડે ત્યારે ડોકટર પાસે લઈ જવાને બદલે ભૂવા કે ઊંટવૈદો પાસે સારવાર અર્થે દોડી જાય છે.ઘણાં લોકો આજે પણ એમ માને છે કે ડામ આપવાથી તેમનાં માંદા બાળકો સાજાં થઇ જશે એવી અંધશ્રદ્ધામાં રહે છે. પરંતુ આવી માન્યતા અનુસરતા લોકો બાળક સાથે એવું વર્તન કરે છે ત્યારે બાળક વધુ પીડાય છે અને છેલ્લી ઘડીએ મા-બાપ બાળકને લઇને હોસ્પિટલ જ પહોંચે છે.સમયસાર બાળકને યોગ્ય સારવાર ન મળતા માતાપિતાએ ક્યાંરેક તો બાળકને ખોવાની વેળા પણ આવે છે.કારણ કે જે સારવાર જે સમયે મળવી જોઈ તે યોગ્ય સમયસાર મળતી નથી પરિણામે મોત નીપજે છે .અને ઉપરથી આવા ભૂવાઓ દ્વારા ધગધગતા ડામ બાળકીને માંદગીમાંથી ઊભી કરવાને બદલે તેણે વધુ તકલીફ આપે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology