સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ મામલે મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી છ બાળકોના મોત થયા હતા તેમજ વધુ બે બાળકો સારવાર ચાલી રહી છે. આ તરફ હવે જે સેમ્પલ પૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા તેનો રિપોર્ટ સામે આવ્યો છે. પૂના લેબોરેટરીમાં 8 સેમ્પલો મોકલાયા હતા જે પૈકી 4 સેમ્પલોનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં એક બાળકને ચાંદીપુરા વાયરસ હોવાનું ખુલ્યું છે બાકીના ત્રણ સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જોકે વહીવટી તંત્ર દ્વારા આ મામલે અન્ય બાકી રહેલા સેમ્પલના પરિણામ ની રાહ જોવાઇ રહી છે.
સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ મામલે પુના લેબોરેટરીમાં 8 જેટલા સેમ્પલ મોકલાયા હતા. આ તરફ હવે આજે ચાર સેમ્પલોનું પરિણામ જાહેર કરાયું છે, જેમાંથી અરવલ્લીના ભિલોડાની 6 વર્ષીય દીકરીનું મોત ચાંદીપુરા વાયરસથી થયા હોવાનું ખુલ્યું છે. જોકે અન્ય ત્રણ બાળકોને ચાંદીપુરા વાયરસ મામલે નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. જોકે હાલમાં વધુ બે બાળકો સારવાર હેઠળ છે જેમનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.
આ તરફ હવે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ મામલે આગામી સમયમાં ચાંદીપુરા વાયરસના દર્દીઓ વધુ આવે તો 20 જેટલા બેડ અત્યારથી જ તૈયાર કરી દેવાય છે. આ સાથે તમામ બેડને આઈસીયુ સુવિધા સહિત ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે તૈયાર કરાયા છે. જોકે ચાંદીપુરા વાયરસની આજદિન સુધી કોઈ ચોક્કસ દવા શોધાઇ નથી. આ તરફ હવે જો આગામી સમયમાં ચાંદીપુરાનો કોઈ કેસ સામે આવે તો તેના માટે સૌપ્રથમ પુના લેબોરેટરી મોકલવાની સાથોસાથ કોઈપણ બાળકને વધુ તાવ, માથું કે શરીર ઉપર સોજો આવે તો તાત્કાલિક ધોરણે નજીકની સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.
ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology