bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

 ખાખી તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વની અપડેટ, PSI તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે, IPS હસમુખ પટેલની મોટી જાહેરાત....  

 

ગુજરાત પોલીસ ભરતી 2024: ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવાર માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે.ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ 12472 ખાલી જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ તા.04/04/2024 (બપોરના 15:૦૦ કલાક)થી તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે. 


હસમુખ પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે, આ પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે. ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ: 12472 ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવા માટે થોડા દિવસ અગાઉ જ જાહેરાત કરવામાં આવી હતી. જે પરીક્ષા ઓફલાઈન લેવાશે. 

  • 12000થી વધુ જગ્યા પર પોલીસની બમ્પર ભરતી 

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ, SRP ની 1000 પોસ્ટ જેલ સિપાહીની 1013 પોસ્ટ અને જેલ મહિલા સિપાહીની 85 સહિત 12000થી વધુ જગ્યાઓ પર પોલીસની ભરતી થશે. PSI ની 350 નહિ પરંતુ 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી શકે છે. 

 

  • ભરતી અંગેની તમામ સુચનાઓ

પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.1. ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-12 અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.

1. ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-12 અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.
2. ઉમેદવાર જો (1) ફકત પો.સ.ઇ. કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં PSI Cadre પસંદ કરવાનું રહેશે (2) ફકત લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Lokrakshak Cadre પસંદ કરવાનું રહેશે અને (3) જો બંન્ને માટે (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર) અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Both (PSI+LRD) પસંદ કરવાનું રહેશે.
3.  માજી સૈનિકો માટે ગુજરાત રાજય સેવા (માજી સૈનિકો માટે અનામત) નિયમો 1975 અને સુધારેલ નિયમો - 1994 તથા વખતો વખત સુધારેલ નિયમો મુજબ અનામત મળવાપાત્ર રહેશે.