વડોદરા શહેરની મધ્યમાં આવેલા અને વડોદરાની આન અને શાન સમાન સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયાં છે.તેના કોથળાના કોથળા ભરીને સફાઈ કર્મીઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. માછલીઓના મોતના કારણે આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઇ છે. તળાવમાં પાણીના ફિલ્ટરેશનની કામગીરી પણ પાલિકા તંત્ર દ્વારા બંધ કરી દેવાઇ છે.જેથી માછલીઓને ઓક્સિજન ન મળતા મોત થયાં છે.જેના કારણે જીવ દયા પ્રેમીઓ તંત્ર સામે રોષ પ્રગટ કર્યો છે.
વડોદરાની શાન સમાન અને વડોદરાનું સુરસાગરપાલિકા તંત્રનું થોડા સમય પૂર્વે પાંચ કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કરાયું હતું.તેમ છતાં તેની યોગ્ય જાળવણી ન કરતાં તળાવના પાણી માંથી અવારનવાર દુર્ગંધ ફેલાતી રહે છે. તેવા સમયે આજે વહેલી સવારે અસંખ્ય માછલીઓના મોત નિપજતાં જીવ દયા પ્રેમીઓએ આક્ષેપ કર્યો હતો કે સુરસાગર તળાવમાં ફિલ્ટરેશન પ્લાન્ટ ચાલતા હતા પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવાયા છે જેને કારણે ઓક્સિજનના અભાવથી અસંખ્ય માછલીઓ મૃત્યુને ભેટી છે.સાથે સાથે લોકો પણ મેંદાની ચીજ વસ્તુઓ ઘણીવાર માછલીઓને ખવડાવતા હોવાને કારણે પણ માછલીઓ મરી ગઈ હોવાનું મને છે.
આજે અસંખ્ય માછલીઓના મરણ થવાને કારણે આજુબાજુના વિસ્તારમાં ખુબ જ દુર્ગંધ ફેલાઈ હતી.જેના લોકો ખુબ જ પરેશાન થઈ ગયાં હતા.માટે લોકો દ્વારા કોર્પોરેશનને જાણ કરાતાં તંત્રએ તે અંગે કામગીરી હાથ ધરી તળાવમાં મરી ગયેલી માછલીઓને કોથળા ભરીને બહાર કાઢવામાં આવી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology