મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાની મુલાકાત લીધી હતી.. આ દરમ્યાન તેમણે પ્રાંત કચેરીની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી.. તેમની સરપ્રાઇઝ વિઝિટથી પ્રાંત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા મુખ્યમંત્રીએ પ્રાંત કચેરી પહોંચીને તમામ કામગીરીની સમીક્ષા કરી હતી. અને લોકોને પડતી મુશ્કેલીઓ સાંભળી હતી મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ મુખ્યમંત્રી ઘણીવાર આ રીતે ક્યારેક કોઇ ગામમાં તો ક્યારેક હોસ્પિટલમાં તો ક્યારેક શાળામાં સરપ્રાઇઝ વિઝિટ કરી ચૂક્યા છે..મુખ્યમંત્રીએ પ્રાંત કચેરી પહોંચીને તમામ કામગીરીની સમીક્ષા કરી હતી. અને લોકોને પડતી મુશ્કેલીઓ સાંભળી હતી અને આ રીતે અચાનક પહોંચી તેઓ ત્યાં કઇ રીતે કામગીરી ચાલે છે તેની હકીકતથી માહિતગાર થતા હોય છે..સામાન્ય રીતે મુખ્યમંત્રી આવવાના છે તે વાતની પહેેલેથીજ જાણ હોય તો અધિકારી અને અને કર્મચારીઓની કામગીરીનું સાચું નિરીક્ષણ થઇ શકતું નથી. અને અધિકારીઓ અને કર્મચારીઓ જનતાની સમસ્યાનું સાચા અર્થમાં નિરાકરણ કરે છે કે નહીં તે પણ જાણી શકાતું નથી.. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઘણીવાર આ રીતે પોતાની સરપ્રાઇઝ વિઝિટથી જે તે સંસ્થા, કચેરી કે ગામની વાસ્તવિક સ્થિતિથી અને લોકોને પડતી હાલાકીની જાણકારી મેળવતા આવ્યા છે..
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology