ગુજરાતમાં સરકારી તંત્ર રામ ભરોસે ચાલે છે તેનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. 18 વર્ષ પહેલાંના કૌભાંડમાં કચ્છના પૂર્વ ડેપ્યુટી જે.ડી.જોશીની ધરપકડ કરાઈ છે. તેમની સામે ચાર લોકોને ગેરકાયદે રીતે ફાયદો કરાવીને સરકારની તિજોરીને રૂપિયા 97.68 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે. જોકે, મહેસૂલ વિભાગને જે.ડી.જોશીના કૌભાંડની જાણ થવામાં આટલો લાંબો સમય કેમ લાગ્યો એ મોટો સવાલ છે.
પૂર્વ ડેપ્યુટી જે.ડી.જોશીએ 2007-08માં આચરેલા કૌભાંડની તપાસમાં મહેસૂલ વિભાગે વર્ષો કાઢી નાખ્યાં. આ દરમિયાન તે નિવૃત્ત પણ થઈ ગયા હતા. તેમને નિવૃત્તિના તમામ લાભ પણ આપી દેવાયા હતા. હવે જે.ડી. જોશીએ પોતાની સત્તાથી ઉપરવટ જઈને જમીનોને લગતા હુકમ કરી સરકારને રૂપિયા 79.68 લાખનું નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તેમની બહુચરાજીથી ધરપકડ કરી છે.
ભુજ ગ્રામ્યના મામલતદાર ભરત શાહે એ ડિવિઝન નોંધાવેલી પોલીસ ફરિયાદમાં દાવો કર્યો છે કે, તત્કાલીન પ્રાંત અધિકારી જે.ડી.જોશીએ રાજ્ય સેવક હોવા છતાં સરકાર સાથે વિશ્વાસઘાત કર્યાનું બહાર આવતાં ફરિયાદ નોંધાવીને આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. જે.ડી. જોશી સામે ભુજ તાલુકાના માધાપર ગામના રામજી શામજી પીંડોરીયાને સરકારી જમીન વિનામૂલ્યે આપી સરકારને 3,54,400 રૂપિયાનું આર્થિક નુકશાન પહોંચાડવાનો આરોપ છે. આ ઉપરાંત એશિયા મોટર વર્કસ લિમિટેડ બિનખેડૂત હોવા છતાં જાન્યુઆરી 2006માં કરવામાં આવેલી અરજીના આધારે અરજદારની ખેતીની જમીનનું દબાણ નિયમબદ્ધ કરવા માટે નજીવી રકમ લીધી હતી.
આ પણ વાંચો: રાજ્યની 107 પાલિકાની તિજોરી ખાલીખમ, કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર પણ ચૂકવાયો નથી
આ રીતે અરજદારને આર્થિક ફાયદો પહોંચાડવા માટે સરકારને 39,26,600 રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું. અન્ય એક કેસમાં દિલીપકુમાર પાસેથી સરકારને દબાણ નિયમિત કરવાના અઢી ગણાં દંડની રકમ 15,78,225 રૂપિયાના વસૂલી સરકારને આર્થિક નુકસાન પહોંચ્યુ હતું. ચોથી ફરિયાદમાં સૃજન ટ્રસ્ટ વતી મેનેજિંગ ટ્રસ્ટી ચંદાબેન શ્રોફને ફાયદો કરાવવાનો આરોપ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology