હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે .વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. માટે આજે પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.
સ્ટર્સન ડિસ્ટર્બન્સની અસરથી 13 મેના રોજથી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જામ્યો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં 16 મે સુધી માવઠું થઇ શકે છે, હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમરેલી ગીરસોમનાથ, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભરૂચ સુરતમાં વરસાદનું આગમન થઈ શકે છે.ગુજરાતમાં હજુ 16મી મે સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, પવનની ગતિ 5થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રહેશે વરસાદી માહોલ છવાયો છે. બે દિવસ બાદ ફરી એક વખત તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે.
રવિવારે અરવલ્લીમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા, વિજયનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. શામળાજી મંદિર તરફ જતા રસ્તા પર પાણી ભરાયા હતા. શામળાજીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત વલસાડના કપરાડાના હુડા ગામ પાસે કરા સાથે વરસાદ ખાબક્યો હતો.તેજ પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવો માહોલ પણ સર્જાયો હતો.ભારે પવનને કારણે ગિરનારા ગામમાં આશ્રમશાળાના પતરા અને શેડ ઉડ્યાં હતા. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં પણ ધૂળડમરી અને વીજળીના કડાકા સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology