ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓ તેમનું પરિણામ સુધારી શકે તે માટે વિદ્યાર્થીઓના હિત માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા ધો. 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યા બાદ પ્રથમ વખત વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ યુ નો ઓપ્શન આપી પરીક્ષા લેવામાં આવશે.જેમાં વિદ્યાર્થીઓને માર્ચમાં લેવાયેલી પરીક્ષા અને પૂરક પરીક્ષા બંનેમાંથી ઉંચા પરિણામની પસંદગી વિદ્યાર્થીઓને મળશે.
પ્રથમ વખત બોર્ડ દ્વારા ધો. 12 વિજ્ઞાન પ્રવાહનાં ઉમેદવારો માટે બેસ્ટ ઓફ ટુ નું ઓપ્શન આપવામાં આવ્યું છે. જેમાં જે વિદ્યાર્થી ઉર્તીર્ણ થયેલ છે એ વિદ્યાર્થી પણ તેમની થીયરીનાં વિષયોમાં સુધારો કરવા માંગતા હોય તો તે પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ પુનઃ પરીક્ષા આપી શકે છે. અને માર્ચ તેમજ પૂરક પરીક્ષા બંનેમાંથી જે સારા ગુણ હશે તે ગુણ ગણતરીમાં લેવામાં આવશે.અને કોઈ પરીક્ષાર્થી નાપાસ થયેલ છે તો નાપાસ થયેલા વિષયની પૂરક પરીક્ષા પણ આપી શકે અને તે ઈચ્છે તો જે માર્ચમાં એપિયર થયેલ છે. એ વિષયની પણ પરીક્ષા આપી શકે છે. એક અથવા એકથી વધારે વિષયોમાં તેનું પરિણામ સુધારવા માટે એ પૂરક પરીક્ષા વિદ્યાર્થીઓ આપી શકશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology