bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતમાં પડી રહી છે કાળઝાળ ગરમી, પાંચ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર...

ગુજરાતમાં પડી રેકોર્ડ બ્રેક કાળઝાળ ગરમી રહી છે. માવઠાના કારણે રાજ્યમાં ગરમીથી થોડી રાહત મળી હતી. જો કે આકરી ગરમીની શરૂઆત થઇ ગઇ છે. સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ગરમીનો પારો ઉંચે જશે તેવી આગાહી છે. પાંચ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં પાંચ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર ગયો છે. અમરેલીમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય કરતા 2.6 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 43.8, વડોદરામાં 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 43.4, અમદાવાદમાં 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત રાજ્યમાં સતત ચાર દિવસથી વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીથી રાહત મળી હતી. હવે રાજ્યનું આકાશ સાફ થતાં ફરી એકવાર સૂર્યનાં સીધાં કિરણો જમીન પર પડતા શહેરીજનોને ગરમીમાં શેકાવું પડશે. ગુજરાતભરમાં તાપમાનમાં વધારાની શરૂઆત થઇ ગઇ છે.