ગુજરાતમાં વિકાસની મોટી મોટી વાતો સરકાર દ્રારા કરવામાં આવે છે પરંતુ આજે એક એવા ગામની વાત કરવી છે કે જેમાં ગામના વિધાર્થીઓને શાળામાં જઉં હોય તો નદીમાંથી જોખમી પાણીના પ્રવાહમાં જઈને જઉ પડે છે શાળાએ,અને આ ગામ છે અબડાસાનુ નુંધાતડ ગામ,આ ગામનો જાણે વિકાસ જ ના થયો હોય તેવું લાગી રહ્યું છે.
કચ્છ જિલ્લો ખૂબ મોટો જિલ્લો છે અને આ જિલ્લામાં આવેલુ નુંધાતડ ગામ વિકાસ માટે તરસી રહ્યું છે,મહત્વની વાત છે કે બાળકોને શાળાએ જઉ હોય તો નદીના પટમાંથી અને પાણીની વચ્ચેથી શાળાએ જઉ પડે છે ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે નદી ઉપર બ્રિજ બનાવવામાં આવે પરંતુ તંત્ર આ વાતને કાને નથી લઈ રહ્યું,જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના માટે કોણ જવાબદાર રહેશે તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે,હાલ ગુજરાતમાં વરસાદી માહોલ છે અને નદીઓમાં નવા નીર આવ્યા છે,ત્યારે વિધાર્થીઓ એક બીજાનો હાથ પકડીને નદીમાંથી પસાર થઈ શાળાએ પહોંચી રહ્યાં છે.
ગામમાં રબારી વાસ આવેલો છે અને સ્થાનિકોનો આક્ષેપ છે કે જયારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઉ હોય ત્યારે નદીના પટમાંથી જઉ પડે છે,ભારે વરસાદ વરસતા ગામ સંપર્ક વિહોણું બને છે,આ મામલે ધારાસભ્યને અનેકવાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર કે ધારાસભ્ય કોઈ અમારી વાત માનતું નથી.નુંધાતડથી રબારી વાસ સુધી નદીના પટમાં અવર-જવર માટે પુલ બંધાય તેવી સ્થાનિકો તંત્ર પાસે આશા રાખીને બેઠા છે.
ગુજરાતના મોટા શહેરોમાં વિકાસ અવિરત થાય છે પરંતુ નાના ગામડાઓમાં વિકાસ જોઈએ એ રીતે નથી થતો,આ ગામ કે જયાં બે હજારથી વધુની વસ્તી છે,વિધાર્થીઓને શાળાએ જઉ હોય તો નદીમાંથી પસાર થવુ પડે છે,જો સરકાર આ નદી પર બ્રિજ બનાવી દે તો વિધાર્થીઓ તેમજ ગ્રામજનોને કાયમ માટે શાંતિ મળી જાય છે,ત્યારે નુંધાતડ ગામે નદી પર બ્રિજ બનવો જરૂરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology