બનાસકાંઠાથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજે તેમનું નામાંકન દાખલ કરવા માટે પહોંચ્યા હતા. આ પહેલા તેમણે પાલનપુરમાં જાહેરસભા સંબોધી હતી. ગેનીબેન ઠાકોર આ સભા દરમિયાન ભાવુક થયા હતા અને ચોધાર આંસુઓ સાથે રડવા લાગ્યા હતા. ગેનીબેને સભા સંબોધતી વખતે કહ્યુ કે બનાસકાંઠાની જનતાએ મને ઘણુ આપ્યુ છે, એ પ્રજાનું ઋણ હું ક્યારેય ભૂલી નહીં શકુ.
તેમણે કહ્યુ અત્યાર સુધીની મારી 28 વર્ષની રાજકીય કારકિર્દી રહી છે અને હવે પછીની મારી તમામ જવાબદારી મારા પરિવાર સમા એવા બનાસકાંઠાની જનતા માટે અર્પણ કરવા માગુ છુ. કોંગ્રેસ પક્ષનો આભાર માનતા ગેનીબેન ભાવુક થયા અને જણાવ્યુ કે લોકોના પગની પાનીઓ ઘસાઈ જાય છે પરંતુ ટિકિટ નથી મળતી પરંતુ આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે પાર્ટીએ મારા પર વિશ્વાસ મુકી મને ટિકિટ આપી છે ત્યારે હે ઈશ્વર મારી નાવને તુ તારજે.. આટલુ બોલતા ગેનીબેન અત્યંત ભાવુક થયા હતા અને તેમની આંખોમાંથી આસુ વહેવા લાગ્યા હતા.
બનાસકાંઠા લોકસભા બેઠકનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે ફોર્મ ભર્યું હતું. જોકે ફોર્મ ભરતાં પહેલાં કોંગ્રેસ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસની સભામાં ગેનીબેને જણાવ્યું હતું કે હું રાતે વિચાર કરું કે હે ગેની તું એક ગરીબ ઘરના ઝૂંપડામાંથી આવતી દીકરી છે, આજે આખો જિલ્લો તારા પર ભરોસો રાખીને બેઠો છે અને તને જ્યારે નેતા બનાવી છે ને ત્યારે આખા જિલ્લાએ જે મારા પણ ભરોસો મૂક્યો છે ને એને ડગવા ન દેજે. મારા બનાસકાંઠાને અને મારા નેતૃત્વને ક્યાંય આંચ ન આવે એવી મારી ભગવાનને પ્રાર્થના છે. આટલું બોલ્યાં બાદ ગેનીબેન ઠાકોર રડી પડ્યાં હતાં અને રડતાં રડતાં જણાવ્યું હતું કે હું જ્યારે ગામડે ગામડે ફરું છું ત્યારે લોકો હાર પહેરાવે છે ને ત્યારે તેમનું ઋણ મારા પણ છે. લોકસભા એટલે નાની વસ્તુ ના કહેવાય. પેઢીઓને પેઢીઓ ખસી જાય છે તોય ટિકિટ નથી મળતી, પણ આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી છે ત્યારે ભગવાન મારી નાવ તારજે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology