દિવાળી પર્વના સપરમા દિવસોના પ્રારંભના શુકવંતા સમયે વડોદરા ખાતે પધારેલા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝના આગમનને સમગ્ર વડોદરા નગરે હેતે વધાવી લીધું હતું. આ બન્ને મહાનુભાવોએ ખુલી જીપમાં એરપોર્ટથી ટાટા ફેક્ટરી સુધી યોજાયેલા રોડ શોમાં પ્રચંડ જનમેદનીનો સાક્ષાતકાર થયો હતો અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. વિદેશી મહાનુભાવોને આ રોડ શો વડોદરા માટે અવિસ્મરણી બની રહ્યો છે.
એરપોર્ટ સર્કલથી ટાટા એરક્રાફટ કોમ્પલેક્ષ સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં પ્રધાનમંત્રીશ્રીને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પ્રધાનમંત્રીશ્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો વડોદરાવાસીઓ એકત્રિત થયા હતા.શહેરના રાજપથ પર લોકલાડીલા વડાપ્રધાનશ્રીનો કાર કાફલો પસાર થતા જ ઉપસ્થિત લોકોએ તિરંગા લહેરાવી, 'ભારત માતા કી જય', 'વંદે માતરમ' સહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
આ રાજમાર્ગ ઉપર એક બાજુ વડોદરાના નગરજનો ઉમટી પડ્યા હતા. વિવિધ બેનર, વેશભૂષા, ગીત અને સંગીતના તાલે મહાનુભાવોને વધાવવા માટે અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. માર્ગોમાં ઠેરઠેર બન્ને વડાપ્રધાનશ્રીએ નાગરિકોનું સસ્મિત અભિવાન ઝીલ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ પણ હાથ હલાવી એટલી જ સહૃદયતાથી વડોદરાવાસીઓએ વ્યક્ત કરેલ આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. રોડ-શોના રુટ પર વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવેલ સ્ટેજ પરથી અનેક કલાકારોએ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર રોડ-શોમાં વિવિધ રંગો પૂર્યા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology