bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ચાલુ ક્લાસે જ વર્ગખંડની દીવાલ અચાનક ઘરાશાયી, વિદ્યાર્થીઓ નીચે પટકાયા...  

ગઈકાલે વડોદરાની શ્રી નારાયણ વિ્દ્યાલયના વર્ગખંડની દિવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થતા 6 વિદ્યાર્થીઓ પટકાયા હતા અને 2 વિદ્યાર્થીને ઈજા થઈ હતી. હાલ આ ઘટનાનો CCTV વિડીયો પણ સામે આવ્યો છે.

વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર ગુરુકુળ નજીક આવેલી નારાયણ સ્કૂલમાં એકાએક બાજુના ભાગની લોબી તેમજ દિવાલનો ભાગ તૂટી પડતા બે વિદ્યાર્થીને ઈજા થઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

અહીં ચિંતાની વાત એ છે કે શાળા ચાલુ હતી તે દરમિયાન દીવાલ ધરાશાયી થઈ હતી જો કે રીસેસ ટાઈમ પર આ ઘટના બની એટલા માટે મોટો અકસ્માત થતા બચી ગયો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે અચાનક ક્લાસરૂમનો એક સાઈડનો ભાગ ધરાશાયી થયો હતો અને બાળકો નીચે પટકાયા હતા.