ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.આજે કેબિનેટ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવશે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેથી આ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
ગુજરાતમાં ક્યાં – ક્યાં પાકનું કેટલુ વાવેતર થશે તે અંગ પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કેસો પર ચર્ચાની શક્યતા. સાબરકાંઠામાં છેલ્લા કેટલાક દિવસોમાં ચાંદીપુરમ વાયરસથી 5 બાળકના મોત થયા છે. તેમજ આજની કેબિનેટ બેઠકમાં મહેસુલ, શિક્ષણ, આરોગ્ય મુદ્દે વાત કરવામાં આવશે. શિક્ષણ વિભાગની ભરતી, પાણીની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology