લોકસભાની ચૂંટણી પહેલા AAPને મોટો ફટકો. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના બે મોટા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ હજી ગત અઠવાડિયે જ રાજીનામું આપ્યું હતું. ત્યારે આ બે પાટીદાર નેતાઓ એકસાથે કેસરિયા કરવા જઈ રહ્યાં છે. પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે ભાજપમાં જોડાશે. આવતીકાલે વિધીવત રીતે બંને ભાજપમાં જોડાશે. ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમને ખેસ પહેરાવશે. બંને નેતાઓની સાથએ પાસની ટીમ પણ ભાજપમાં જોડાશે.
રાજકારણમાં એન્ટ્રી બાદ હવે નવાજૂની કરી રહ્યાં છે. હાર્દિક પટેલ તો ભાજપના ધારાસભ્ય બની ગયા છે. ત્યારે ગત અઠવાડિયે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ એકસાથે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, સુરતમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. બન્નેએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા બંને ખાસ મિત્રો છે, ત્યારે બંને મિત્રોએ એકસાથે પાર્ટીમાંથી વિદાય લેતા ચકચાર મચી ગઈ હતી. જોકે, બંને ગમે ત્યારે ભાજપમાં જશે તેવી ચર્ચા વહેતી થઈ હતી. ત્યારે આખરે આ વાત પર પૂર્ણવિરામ મૂકાયું છે.
આ પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા અને 30 ઓક્ટોબર 2022 AAPમાં જોડાયા હતા. 2022માં વરાછા વિધાનસભાથી ટિકિટ આપી હતી. સુરતના વરાછાથી કુમાર કાનાણી સામે કથીરિયા હાર્યા હતા. તેના બાદ 18 એપ્રિલ 2024ના દિવસે કથીરિયાએ AAP છોડ્યું હતું. તેમની સાથે ધાર્મિક માલવિયાએ પણ રાજીનામું આપ્યું હતું
બંને પાટીદાર નેતાઓએ સમાજ સેવા કરવાનું કારણ આપીને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ હતું. બંનેએ ખરી ચૂંટણી ટાંણે એકસાથે પાર્ટીમાંથી વિદાય લેતા ન આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology