bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

  રાજ્યમાં ચોમાસું સક્રિય થયું, અનેક સ્થળોએ જામ્યો વરસાદી માહોલ...  

રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઇ છે, બહુ રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ છે, અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે રાજ્યમાં ચોમાસું બેસી જવા છતા હજુ સુધી મોટાભાગના વિસ્તારો કોરા હતા તેથી સૌ કોઇ આતુરતાથી વરસાદની રાહ જોઇ રહ્યા હતા, ત્યારે આજે મેઘ પધરામણી થતા લોકોમાં ખુશીનો માહોલ છે.. સાથે જ ગરમીમાંથી મોટી રાહત મળી છે. અમદાવાદીઓની આતુરતાનો અંત આવ્યો છે. શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામેલો છે સુરત શહેર પણ મેઘરાજાની મહેરથી ભીંજાઇ રહ્યું છે.. શહેરમાં વરસાદી માહોલ જામેલો છે સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવી છે.. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે સાબરકાંઠાના વિજયનગરમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું છે.. આજે સવારથી જ અહીં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં પણ મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે.  હવામાન ખાતાની આગાહી મુજબ બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના અનેક વિસ્તારો વરસાદથી તરબોળ થશે  અમદાવાદીઓની આુતરતાનો આખરે અંત આવ્યો છે.  અમદાવાદમાં મેઘરાજાની ગાજવીજ સાથે પધરામણી થઇ છે..  અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે...વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.