bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

  રથયાત્રા રૂટ પર ઉચ્ચકક્ષાના અધિકારીઓએ કર્યુ પેટ્રોલિંગ...

અમદાવાદ શહેર પોલીસ દ્રારા રથયાત્રા રૂટ પર નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ,આ પેટ્રોલિંગમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા,સાથે સાથે સુરક્ષાની પણ ચકાસણી કરવામાં આવી હતી.અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક પણ આ પેટ્રોલિંગમાં જોડાયા હતા.
પોલીસની તૈયારીઓને આખરી મહોર અમદાવાદના જગન્નાથ મંદિરેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી સુદ બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા ધૂમધામથી નીકળવાની છે. ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. આથી, કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિમય માહોલમાં રથયાત્રા નીકળી શકે તે માટે ચુસ્ત સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ પોલીસ તંત્ર, ક્રાઇમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ અને SOG દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ સજ્જ થઈ છે,બે દિવસ અગાઉ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્રારા એર સર્વલન્સ કરવામાં આવ્યું હતુ.શાહપુર, દરિયાપુર, ઘી કાંટા જેવા સંવેદનશીલ વિસ્તારમાં એર સુરક્ષા રહેશે.સાથે સાથે ટેથર્ડ ડ્રોન, નિનઝા ડ્રોન, હિલિયમ બ્લુન માઉન્ટેડ કેમેરા સાથે હેલિકોપ્ટરથી થશે સર્વેલન્સ.રથયાત્રાને ટેકનોલોજી સાથે સુરક્ષા આપવામાં આવશે.માહિતી મુજબ, મંદિર, સરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવશે. મોડી રાત્રે 120 બાઈકો સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ.