bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

માણવાદરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ,બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો...

ગુજરાતના અલગ અલગ જિલ્લામાં મેઘરાજાઓ ધબધબાટી બોલાવી છે. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લામાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ વરસ્યો છે. માણવાદરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. માણાવદરના બાટવા ગામથી વરસાદના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે. બાટવા કાપડ બજારમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મેઘાની તોફાની બેટિંગના કારણે બજારમાં વરસાદી પાણી ભરાયા છે.

કેટલાક લોકો પણ વરસાદની મજા માણતા નજરે પડ્યા. બીજી તરફ વાવણીલાક વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.