વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી બે દિવસ માટે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં છે. . તેમની મુલાકાત દરમિયાન, તેઓ રાજ્યભરના 11 લોકસભા મતવિસ્તારોને આવરી લેતા છ જાહેર સભાને સંબોધિત કરવાનો કાર્યક્રમ હતો આજે ચાર સભાને સંબોધશે.1 મેના રોજ, જે ગુજરાતના સ્થાપના દિવસ હતો આ દિવસે પીએમ મોદીએ બે જાહેર સભાઓને સંબોધિત કરી હી. એક એક ડીસા, હિંમતનગર, સાબરકાંઠામાં. સભા યોજી હતી. આજે મોદી આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં પ્રચાર કરશે.
લોકસભા ચૂંટણી 2024ના કાર્યક્રમની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતમાં તેમની પ્રથમ ચૂંટણી રેલીઓને સંબોધી હતી. વડાપ્રધાને બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના બે પ્રદેશોમાં લોકોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસામાં જંગી જાહેરસભાને સંબોધી હતી. ડિસામાં જંગી જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી. તેમણે કહ્યું કે સરકાર બનાવવા માટે 272 બેઠકો જોઈતી હોય છે. પરંતુ ભાજપ સિવાય એકપણ પક્ષ એવો નથી જે 272 ઉમેદવાર પણ ઉભો રાખતો હોય. તેમણે કહ્યું કે કોંગ્રેસના મેનિફેસ્ટો જાહેર થયો ત્યારે જ મેં કહ્યું હતું કે આમાં મુસ્લિમ લીગની છબી છે.
આજે વડાપ્રધાન મોદી સવારે 10 વાગ્યે વલ્લભવિદ્યાનગરમાં PM મોદી જાહેરસભા સંબોધશે. આ પછી PM મોદી બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધશે. બપોરે 2.15 વાગ્યે જૂનાગઢમાં જાહેરસભાને સંબોધશે. સાંજે 4.15 વાગ્યે જામનગરમાં PM મોદી જનસભા કરશે.
નોંધનીય છે કે PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો બીજો દિવસ છે, આજે એક જ દિવસમાં વડપ્રધાન મોદી 4 જનસભા કરવાના છે. વલ્લભવિદ્યાનગર, સુરેન્દ્રનગર, જામનગર અને જૂનાગઢના લોકસભા બેઠકના ઉમેદવારોના સમર્થનમાં PM મોદી સભા કરવાના છે. આણંદથી મિતેશ પટેલ ભાજપના ઉમેદવાર છે, તેમને આણંદ બેઠક પરથી રિપીટ કરવામાં આવ્યા છે. આ સિવાય સુરેન્દ્રનગરથી ચંદુ શિહોરા ભાજપના ઉમેદવાર છે, તેઓ સુરેન્દ્રનગરથી પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં છે. જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા છે, જેમને જૂનાગઢ બેઠક પર રિપીટ કરાયા છે. આ સિવાય જામનગરથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમ છે, તેમને ભાજપે રિપીટ કર્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology