bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

પાલનપુરમાં  લોકાપર્ણ થયા બાદ થ્રી લેગ એલીવેટેડ બ્રિજ પર બે અકસ્માત

બનાસકાંઠાનાં પાલનપુર ખાતે નવીન બનેલ થ્રિ લેગ એલીવેટેડ બ્રિજ પર ગત રોજ બે અકસ્માત સર્જાયા હતા. જેમાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે ઉદ્ઘાટનનાં પ્રથમ દિવસે જ બ્રિજ પર બે અકસ્માત સર્જાયા હતા. પાલનપુર ખાતે નવીન બનેલ બ્રિજ પર બે ગમખ્વાર અકસ્માત સર્જાયા હતા. જેમાં પ્રથમ અકસ્માત પીક અપ ડાલા તેમજ રીક્ષા વચ્ચે સર્જાયો હતો. જેમાં પીકઅપ ડાલા પાછલ રીક્ષા ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં બેઠેલ બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે બીજા અકસ્માતમાં કાર ટ્રકની પાછળ ઘુસી જવા પામી હતી. મળતી માહિતી મુજર પાલનપુરનાં નવીન થ્રી લેગ એલીવેટેડ બ્રિજનાં ઉદ્ઘાટનનાં પ્રથમ દિવસે જ રાજસ્થાન તરફથી આવી રહેલ ડાલુ તેમજ રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં બેઠેલા બે ઈસમોને ઈજાઓ પહોંચી હતી. નવીન બનેલ બ્રિજ પર અકસ્માત સર્જાતા લોકોનાં ટોળે ટોળા ઘટનાં સ્થળે પહોંચ્યા હતા. તેમજ રીક્ષામાંથી ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢી એમ્બ્યુલન્સ બોલાવી તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ અકસ્માત સ્થળે જઈ ટ્રાફિક હળવો કર્યો હતો. તેમજ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજા અકસ્માતનો બનાવ કાર તેમજ પીકઅપ ડાલા વચ્ચે થયો હતો. જેમાં કારને નુકસાન થયું હતું. જ્યારે કારમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.