bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આગામી ચાર દિવસ રાજ્યભરમાં થશે મેઘ મહેર....

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આજે અને આવતીકાલે મંગળવારે કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની  થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 

તા. 10 ને બુધવારનાં રોજ કચ્છમાં ગાજવીજ સાથે તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, માં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે.

તા. 11 ને ગુરૂવારનાં રોજ સૌરાષ્ટ્રનાં અમુક જીલ્લાઓ, અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં ગાજવીજ તેમજ હળવા વરસાદની આગાહી કરી છે.