bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજકોટ અગ્નિકાંડમાં ઘીના ઠામમાં ઘીઃ બે પૂર્વ મ્યુનિ. કમિશનરને ક્લિનચીટ, કોઈ વાંક જ નહી હોવાનો અહેવાલ રજૂ....

TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો જીવતા ભૂંજાયા હતા. જેની તપાસ માટે હાઇકોર્ટે ત્રણ સભ્યોની સત્ય શોધક સમિતિ બનાવી હતી. આ સમિતિએ આજે હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં રાજકોટના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીનચીટ આપી છે. સત્ય શોધક સમિતિના રિપોર્ટ પ્રમણે અમિત અરોરા અને આનંદ પટેલનો કોઇ રોલ નથી. 

રિપોર્ટમાં સ્પષ્ટપણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વર્ષો પહેલાં ગેરકાયદેસર બાંધ તોડી પાડવાની સત્તા ટીપી શાખાને આપવામાં આવેલી છે. જેથી આ બંને મ્યુનિસિપલ કમિશનરનો કોઇ રોલ નથી.  આ ઉપરાંત બર્થ ડે પાર્ટી સેલિબ્રેટ કરવા ગયેલા અન્ય ચાર અધિકારીઓને પણ ક્લીનચીટ આપવામાં આવી છે.