ગુજરાતમાં આજે (29મી જુલાઈ) સવારથી ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સાબરકાંઠાના પ્રાંતિજમાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં 5 ઈચથી વધુ ખાબક્યો છે. જ્યારે મહીસાગરના લુણાવાડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં નડીયાદમાં 4 ઈંચ, વસોમાં 3 ઈંચ, દાહોદમાં 3 ઈંચ અને સંતરામપુર 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર, મહુધા, ઝાલોદ, મોરવા-હડફ, લુણાવાડા, સિંગવડ, ફતેહપુરા અને કડાણા મળીને કુલ સાત તાલુકાઓમાં બે-બે ઇંચ વરસાદ પડ્યો છે. પેટલાદ, આણંદ, સોજીત્રા, મહેમદાવાદ, ખેડા, લીમખેડા, વીરપુર, દેવગઢ બારિયા, કપડવંજ અને માતર મળીને કુલ 10 તાલુકાઓમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 25 તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology