ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર સ્થિત સર્જાઈ છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ આણંદમાં દોઢ ઈંચ, કપરાડમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં સરેરાશ 23.50 ઈંચ સાથે સિઝનનો 67.70 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 150 ટકા વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકામાં સરેરાશ 30.27 ઈંચની સામે 46 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જુનાગઢ અને પોરબંદર એવા બે જિલ્લા છે, જ્યાં 124 ટકા વરસાદ વરસ્યો છે. નવસારીમાં પણ ટૂંક સમયમાં 100 ટકાથી વધુ વરસાદ પૂરો થાય તેવી સંભાવના છે જ્યાં હજુ 96 ટકા વરસાદ નોંધાયો છે. તાલુકા પ્રમાણે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 147 ટકા, કેશોદમાં 145 ટકા, વંથલીમાં 144 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હાલ 39 તાલુકામાં 40 ઈંચથી વધુ, 64 તાલુકામાં 20થી 40 ઈંચ, 151 તાલુકામાં 10થી 20ઈંચ, 39 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (છઠ્ઠી ઓગસ્ટ) વલસાડ બનાસકાંઠા, સાબરકાંઠા અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
સાતમી ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આઠમી ઓગસ્ટે નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંમચહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
નવમી ઓગસ્ટે નવસારી, વલસાડ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ભાવનગર, બોટાદ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, નર્મદા, આણંદ, ખેડા, વડોદરા, તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology